સભાસદ મૃત્યુ સહાય યોજના
ફોન્ટFont
સમાચાર News
તા.11-10-2026ના રોજથી આ યોજનામાં મૃત્યુફાળો ચુકવવા માટે સરળ અને સુરક્ષિત મોબાઈલ એપ ચાલુ થઈ ગયેલ છે.  •  આ યોજનામાં જોડાવવા શ્રી હસીતભાઈ-કડી (મો.99252 12655), શ્રી અલ્કેશભાઈ-ગાંધીનગર (મો.98250 11363), શ્રી મનીષભાઈ - ગાંધીનગર (મો.98259 01535) અથવા આપના ગામ-શહેરમાં રહેતા કન્વીનરશ્રીનો સંપર્ક કરવા વિનંતી.  •  આ યોજનાના સભાસદ અવસાન પામે ત્યારે સભાસદના પરિવારજનો અથવા જે-તે ગામના કન્વીનરશ્રીએ અવસાનની નોંધણી કરાવવી જરુરી છે.  •  સભાસદ મૃત્યુ સહાય યોજનામાં દાન-ભેટ સ્વીકાર્ય છે. સભ્ય સિવાયના વ્યક્તિ પણ ઓનલાઈન દાન-ભેટ આપી શકે છે.

સભાસદ મૃત્યુ સહાય યોજના -- ઉદ્દેશ્ય અને કાર્યશૈલીસભાસદ મૃત્યુ સહાય યોજના -- ઉદ્દેશ્ય અને કાર્યશૈલી

સમાજ અને યોજના Community & Scheme

ઉદેશ્ય :-
આ યોજનામાં જોડાયેલ સભાસદનું અવસાન થાય ત્યારે તેના પરિવારજન (વારસદાર)ને આર્થિક સહાય પહોંચાડવાનો એકમાત્ર ઉદેશ્ય છે. સહકારી ધોરણે ચાલતી આ યોજના, શ્રી વિશા શ્રીમાળી સુખડીયા સમાજના માનવહિત-કલ્યાણ માટે ચાલતી યોજના છે.

યોજનાની ભાવના:
આપણા સમાજનો કોઈ વ્યક્તિ અવસાન પામે તો તેના પરિવાર પર અચાનક આર્થિક બોજો આવી પડે છે. જેને સહકારી ધોરણે મદદરુપ થવા માટે આ યોજનામાં જોડાયેલા તમામ સભાસદોના સમુદાય પર આર્થિક બોજ વહેંચાઈ જાય તેવી ભાવના આ યોજનાના પાયામાં રહેલી છે. દરેક સભાસદ સકારાત્મક ભાવે પોતાનું નિયત યોગદાન આ યોજનામાં જમા કરાવે અને અવસાન પામનાર સભાસદના પરિવારજનોને આર્થિક સહાય ચૂકવવામાં આવે, તે એકમાત્ર લક્ષ્ય છે.

યોજનાની કાર્યશૈલી :-
આ યોજનામાં જોડાયેલ કોઈપણ સભ્યનું અવસાન થાય ત્યારે બીજા દરેક સભાસદો રુ. 100/- (એકસો રુપિચા) (નિયત ફાળો) યોગદાન આ યોજનાના બેંક ખાતામાં જમા કરાવે છે. જે રકમમાંથી અવસાન પામનાર સભાસદના પરિવારજનોને ચેક દ્વારા સહાયની મળવાપાત્ર રકમ ચેક દ્વારા આપવામાં આવે છે.

યોજનામાં મુખ્યત્વે કામગીરી :-
• કન્વીનરોની ટીમ સાથે આયોજનબદ્ધ કામગીરીનું અમલીકરણ
• નવા સભ્યપદની મંજૂરી અને રેકોર્ડ જાળવણી
• અવસાન નોંધણી
• સભાસદો પાસેથી નિયત ફાળાનું કલેકશન કરવું-કરાવવું.
• સભાસદોના કલેકશનનો હિસાબ-કિતાબ
• ચેક વિતરણની (સહાય રકમ) વ્યવસ્થા
• ચેક ચુકવણીની પારદર્શક નોંધ
• વાર્ષિક હિસાબોનું ઓડીટ
• સમયસર સરકારી વિભાગમાં રીપોર્ટીંગ
• સામાન્ય સભાનું આયોજન
• સમયાંતરે કારાબોરી કમિટીમાં ફેરફાર-રચના
• સમયાંતરે નિયમોમાં સુધારા-વધારા કરવા અને તેનું પાલન કરવું-કરાવવું.

સંપર્ક સેતુ :-
પ્રમુખ - શ્રી હસીતભાઈ-કડી (મો.99252 12655)
મહામંત્રી - શ્રી અલ્કેશભાઈ - ગાંધીનગર (મો. 98250 11363)
મંત્રી - શ્રી મનીષભાઈ - ગાંધીનગર -(મો. 98259 01535)

આ યોજનામાં આપણા સમાજના દરેક વ્યક્તિ જોડાય તથા આપની આસપાસ રહેતા સુખડીયા સમાજના પરિવારજનોને પણ આ યોજનામાં જોડાવવા પ્રેરીત કરશો તેવી નમ્ર અપીલ છે.

-:- અબાધિત અધિકાર -:-
આ યોજનાની દરેક માહિતી ઉપર ફક્ત આ યોજનાના સંચાલકોનો જ હક્ક અબાધિત છે. કોઈપણ વ્યક્તિ કે સંસ્થાએ આ માહિતીમાં ચેડાં કરવા અથવા તેનો દુરઉપયોગ કરવો તે ગેરકાયદેસર છે. આમ કરનાર વ્યક્તિ કે સંસ્થા સામે યોગ્ય કાનૂની રાહે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

-:- Reserves Rights -:-
The administrators of this scheme retain exclusive rights over all information related to it. It is illegal for any individual or organization to tamper with or misuse this information. Appropriate legal action will be taken against any individual or organization found doing so.

દાન-ભેટ Donate Now કૉલ Call